41 - મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી / અશરફ ડબાવાલા


મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી,
ને પછી લયમાં ઝબોળી લાગણી લીધી હતી.

ઓટલા જે જે મળ્યા ત્યાં બેસવું પડતું હતું;
મેં ખભા પર યાદની એક ગાંસડી લીધી હતી.

હું સમયની ધૂપ ખંખેરી થયો’તો ચાલતો;
મેં ક્ષણોની જાતને પણ પારખી લીધી હતી.

ફેણ ને ફુત્કાર દાબી રાફડે રે’વું પડ્યું;
કેમ કે સંબંધની તેં કાંચળી લીધી હતી.

જિંદગી આખી ગઝલની કેદમાં રે’જે હવે;
ગુપ્તચર થૈ હૃદયની બાતમી લીધી હતી


0 comments


Leave comment