7 - મારી ભીતર વસતું મારું ગામ હવે ખોવાઈ ગયું છે / મધુમતી મહેતા


મારી ભીતર વસતું મારું ગામ હવે ખોવાઈ ગયું છે,
લીલુંછમ ટહુકાથી ભરચક રાન હવે ખોવાઈ ગયું છે.

ભાવતાલની ભીડભાડ ને વેચખરીદની રામાયણમાં,
જૂનું દેરું જ્યાં વસતા હનુમાન હવે ખોવાઈ ગયું છે.

થપ્પો હુતુતુ રમતું એ શૈશવ કેમ કરીને આવે,
મારી જોડે રમતું તે મેદાન હવે ખોવાઈ ગયું છે.

અમે તમારે ઊંચે ગોખે દીવો થઈને રહેશું સાંઈ,
આતમને અજવાળે મારું નામ હવે ખોવાઈ ગયું છે.


0 comments


Leave comment