64 - કામકાજ લખજો કાનાજી કામકાજ લખજો / મધુમતી મહેતા


કામકાજ લખજો કાનાજી કામકાજ લખજો,
નાનીમોટી આફત આવ્યે યાદ જરા કરજો.
કાનાજી કામકાજ લખજો.

તમે તમારી માયાને ફેલાવી બેઠા એવા,
અને હવે ગભરાઈ ગયા ઉપરથી બેઠા રોવા;
ચિંતા ના કરશો કાનાજી ધીર જરા ધરજો,
કાનાજી કામકાજ લખજો.

ચપટી વાગ્યે પહોંચી જાશું લૂછશું આંખ તમારી,
ઝટપટ સમજીને સંભાળી લેશું કારોબારી;
ભૂલચૂક જો કંઇ થાય અમારી, ધીમેજી ધખજો.
કાનાજી કામકાજ લખજો.


0 comments


Leave comment