30 - પાછા વળી જવાનું કારણ કશું હતું નહિ / મધુમતી મહેતા
પાછા વળી જવાનું કારણ કશું હતું નહિ,
ખુદથી ડરી જવાનું કારણ કશું હતું નહિ.
છે રંગ ને બહારો નિખરી ઊગી સવારો,
મનને મરી જવાનું કારણ કશું હતું નહિ.
શ્રદ્ધા ભરી શકે છે પોલાણ પથ્થરોમાં,
પથ્થર તરી જવાનું કારણ કશું હતું નહિ.
જળથી વધારે તળની સાથે લગાવ નહિ તો,
ઊંડે સરી જવાનું કારણ કશું હતું નહિ.
સાગર અનુભવ્યો છે પાણી બની અમે તો,
નૌકા લઈ જવાનું કારણ કશું હતું નહિ.
ધૂળ પ્રગટ થઈને ધૂળને કરું છું વંદન,
માથું નમી જવાનું કારણ કશું હતું નહિ.
ખુદથી ડરી જવાનું કારણ કશું હતું નહિ.
છે રંગ ને બહારો નિખરી ઊગી સવારો,
મનને મરી જવાનું કારણ કશું હતું નહિ.
શ્રદ્ધા ભરી શકે છે પોલાણ પથ્થરોમાં,
પથ્થર તરી જવાનું કારણ કશું હતું નહિ.
જળથી વધારે તળની સાથે લગાવ નહિ તો,
ઊંડે સરી જવાનું કારણ કશું હતું નહિ.
સાગર અનુભવ્યો છે પાણી બની અમે તો,
નૌકા લઈ જવાનું કારણ કશું હતું નહિ.
ધૂળ પ્રગટ થઈને ધૂળને કરું છું વંદન,
માથું નમી જવાનું કારણ કશું હતું નહિ.
0 comments
Leave comment