3 - નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે / મધુમતી મહેતા


નથી કારણ છતાંયે વાતમાં કંઈ ફર્ક આવે છે,
જરા જુદા સ્વરૂપે આજે તારું દર્દ આવે છે.

બધી આશા અને ઇચ્છા લઈને બંધ હાથોમાં ,
સમયની પારથી માના ઉદરમાં ગર્ભ આવે છે.

તમે આ આમ ઝંઝા થઈ અને ઘેરો નહીં અમને,
ઝીણી ફૂંકે બુઝાવામાં અમારો વર્ગ આવે છે.

સમેટું છું મને આંખો કરીને બંધ મારામાં,
અને નવતર સ્વરૂપ મોત તારો અર્થ આવે છે.

અરે મહેતા તમે જલસા કરો શી છે ફિકર તમને,
તમે જ્યાં જાવ છો પાછળ તમારી સ્વર્ગ આવે છે.


0 comments


Leave comment