22 - દ્રશ્યની દીવાલ પાછળ કાંઈ દેખાયું નથી / મધુમતી મહેતા
દ્રશ્યની દીવાલ પાછળ કાંઈ દેખાયું નથી,
આંખ બાજીગરીનું રાઝ સમજાતું નથી.
સાવચેતીથી કદમ ઊંચકી અને ચાલ્યા પછી,
ક્યાંક પહોંચો ને છતાંયે હાશ કહેવાનું નથી.
શબ્દ બુઠ્ઠા, અર્થ વાસી ને કલમ બેજાન છે,
આપણાથી તો ય મૂંગા કેમ રહેવાતું નથી.
શાંત જળની સાદગીમાં બંદગી મેં જોઈ છે,
ઝળહળોમાં રૂપ તારું ક્યાંય ઝિલાતું નથી.
પ્રેમ કેવળ પ્રેમ પહેરી વિસ્તરું ચારે તરફ,
આપની પહેચાન જેવું ત્યાં સુધી થાતું નથી.
તું જ અનરાધાર થઈને આવ તો પલળી શકું,
સાદ કે વરસાદથી આ મન તો ભીંજાતું નથી.
આંખ બાજીગરીનું રાઝ સમજાતું નથી.
સાવચેતીથી કદમ ઊંચકી અને ચાલ્યા પછી,
ક્યાંક પહોંચો ને છતાંયે હાશ કહેવાનું નથી.
શબ્દ બુઠ્ઠા, અર્થ વાસી ને કલમ બેજાન છે,
આપણાથી તો ય મૂંગા કેમ રહેવાતું નથી.
શાંત જળની સાદગીમાં બંદગી મેં જોઈ છે,
ઝળહળોમાં રૂપ તારું ક્યાંય ઝિલાતું નથી.
પ્રેમ કેવળ પ્રેમ પહેરી વિસ્તરું ચારે તરફ,
આપની પહેચાન જેવું ત્યાં સુધી થાતું નથી.
તું જ અનરાધાર થઈને આવ તો પલળી શકું,
સાદ કે વરસાદથી આ મન તો ભીંજાતું નથી.
0 comments
Leave comment