16 - જાત ફરતે સભ્યતાની કાંચળી દેખાય છે / મધુમતી મહેતા
જાત ફરતે સભ્યતાની કાંચળી દેખાય છે,
કોઈ પણ ચહેરો નથી બસ આરસી દેખાય છે.
સ્થાન આપોઆપ બદલાઈ ગયું મારું પછી,
જ્યારથી તારી નજરમાં માગણી દેખાય છે.
કંસને સંહારવાનું ક્યાં ગજું છે આપણું,
તોય સહુના હાથમાં કાં વાંસળી દેખાય છે ?
દોષ આંખોનો નથી છે દોષ કાતિલ ટાઢનો,
કૃષ્ણ બદલે ગોપીઓને કામળી દેખાય છે.
આમ સંબંધો તને અકબંધ લાગે છે ભલે,
પણ મને બે પાન વચ્ચે ટાંકણી દેખાય છે.
કોઈ પણ ચહેરો નથી બસ આરસી દેખાય છે.
સ્થાન આપોઆપ બદલાઈ ગયું મારું પછી,
જ્યારથી તારી નજરમાં માગણી દેખાય છે.
કંસને સંહારવાનું ક્યાં ગજું છે આપણું,
તોય સહુના હાથમાં કાં વાંસળી દેખાય છે ?
દોષ આંખોનો નથી છે દોષ કાતિલ ટાઢનો,
કૃષ્ણ બદલે ગોપીઓને કામળી દેખાય છે.
આમ સંબંધો તને અકબંધ લાગે છે ભલે,
પણ મને બે પાન વચ્ચે ટાંકણી દેખાય છે.
0 comments
Leave comment