36 - સુખની સાથે દુઃખ તો જાણે હોવાનું તે હોવાનું છે / મધુમતી મહેતા
સુખની સાથે દુઃખ તો જાણે હોવાનું તે હોવાનું છે,
પોતાના પાલવથી આંસુ લ્હોવાનું તે લ્હોવાનું છે.
શ્રદ્ગાથી મણકા ફેરવતાં થાકી ગઈ છે આંગળીઓ ને,
ખાલી ફરતાં છટકામાં મન ખોવાનું તે ખોવાનું છે.
સાવ જ ખાલી ઘર ભરવા અનરાધારે આવે છે એ પણ,
કેમ કરી ખાલી કરવું એ જોવાનું તે જોવાનું છે.
ડાઘો હોય ગુલાબી રાતો કે જાંબુડિયા જલસા જેવો,
પોતાનું પ્હેરણ તો ખુદને ધોવાનું તે ધોવાનું છે.
દરિયામાં રમતી માછલિયું જેવા સૌને લાગે છે પણ,
મ્હેતાને માછલિયું જેવું રોવાનું તે રોવાનું છે.

0 comments
Leave comment