40 - લેખણ રૂમઝૂમ સજતી સાજ / મધુમતી મહેતા


લેખણ રૂમઝૂમ સજતી સાજ,
કરો મેશનું ટીલું રાજ.

તેલ દીવામાં પૂરવા કાજ,
પંડિત દેખો પીલતો પ્યાજ.

બુઢ્ઢી બોખું હસતી આજ,
ખોટે રૂપિયે ખાધું વ્યાજ.

ગર્દભ કેરી ખાધી લાત,
ધોબી કાઢે કપડે દાઝ.

સાધુને લૂંટ્યે શું થાય,
ગીરવી જેનાં ઝાંઝ પખાજ.

વાત વલૂર્યે વટકી જાય,
આ તો ભૂંડી ખસની ખાજ.


0 comments


Leave comment