45 - કુંપળને કાળોતરો કરડ્યો કાળી રાત / મધુમતી મહેતા
કુંપળને કાળોતરો કરડ્યો કાળી રાત,
જંગલના સૂનકારમાં બટકે ડાળી સાગની.
દુઃખનું પહેરણ સુખ તણા બખિયાથી સંધાય,
પહેરીને હરખાઈ ગઈ હરખપદૂડી લાગણી.
અમરતફળની આશમાં વિષફળ ચાખ્યાં સાંઈ,
પિંજર લઈ ઊડવા ગયા પિચ્છ ખરી ગ્યાં પાંખથી.
જળની લખતાં વારતા જામર થઈ ગઈ આંખ,
જર્જરની કાયાજોઈ રહે જળનું સરવું હાથથી.
વિષાદયોગી વાણિયો વ્રણથી ગ્યો વીંધાઈ,
ડળક ડળક પાંપણ અને ડોળા ખરતા આંખથી.
સાચુંખોટું લે સહી મહેતા માંથી રાંક,
સમજે પણ બોલે નહીં ખુવાર થાયે જાતથી.
જંગલના સૂનકારમાં બટકે ડાળી સાગની.
દુઃખનું પહેરણ સુખ તણા બખિયાથી સંધાય,
પહેરીને હરખાઈ ગઈ હરખપદૂડી લાગણી.
અમરતફળની આશમાં વિષફળ ચાખ્યાં સાંઈ,
પિંજર લઈ ઊડવા ગયા પિચ્છ ખરી ગ્યાં પાંખથી.
જળની લખતાં વારતા જામર થઈ ગઈ આંખ,
જર્જરની કાયાજોઈ રહે જળનું સરવું હાથથી.
વિષાદયોગી વાણિયો વ્રણથી ગ્યો વીંધાઈ,
ડળક ડળક પાંપણ અને ડોળા ખરતા આંખથી.
સાચુંખોટું લે સહી મહેતા માંથી રાંક,
સમજે પણ બોલે નહીં ખુવાર થાયે જાતથી.
0 comments
Leave comment