48 - આગળ ઊગ્યા થોરિયા, પાછળ કાળા નાગ / મધુમતી મહેતા
આગળ ઊગ્યા થોરિયા, પાછળ કાળા નાગ,
દોણીમાં લઈને ઊભા અમે અમારી આગ.
કરોળિયાની કાખમાં પોઢ્યા આતમરામ,
જાળાંમાં ઝૂલ્યાં કરે જાળાં અક્ષરધામ.
દાનધરમ કરતાં ભલે, મનમાં ભરચક રાઈ,
અંદર બેઠો વાણિયો ગણતો પાઈ પાઈ.
ડંક દીધા દેરીએ જીવ પગરખા માંય,
પહોંચીને ભોંઠા પડ્યા ભાવ ન પૂછે સાંઈ.
મોત સમી કંકોતરી લેવા મૂકી દોટ,
મ્હેતા ઠોઠ નિશાળિયા કાયમ ખાધી ખોટ.
દોણીમાં લઈને ઊભા અમે અમારી આગ.
કરોળિયાની કાખમાં પોઢ્યા આતમરામ,
જાળાંમાં ઝૂલ્યાં કરે જાળાં અક્ષરધામ.
દાનધરમ કરતાં ભલે, મનમાં ભરચક રાઈ,
અંદર બેઠો વાણિયો ગણતો પાઈ પાઈ.
ડંક દીધા દેરીએ જીવ પગરખા માંય,
પહોંચીને ભોંઠા પડ્યા ભાવ ન પૂછે સાંઈ.
મોત સમી કંકોતરી લેવા મૂકી દોટ,
મ્હેતા ઠોઠ નિશાળિયા કાયમ ખાધી ખોટ.
0 comments
Leave comment