81 - એક દિવસ હું ઝાંઝર પહેરી / મધુમતી મહેતા
એક દિવસ હું ઝાંઝર પહેરી,
દર્શન કરવા હાલી;
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.
બોલ્યા દીકરી દીસે તારો,
રઝળપાટનો કોઠો;
વિચારવાયુ વકર્યો એનો,
ચડ્યો કાગળે ગોટો;
લાગણીઓને મધુપ્રમેહ છે,
કહ્યું લોહીને ચાખી.
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.
વૈદ કહે કે નાડી તારી,
ચાલે મંડૂક ચાલ;
ચીલા ચાતરવા નીકળ્યાં,
પણ નથી ચાલમાં તાલ;
કેડી કારણ હાંફ ગજું,
લે એક નજરથી માપી.
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.
મસ્તકમાં વળ ઝાઝા,
માથે તર્ક તણી કરચલીઓ;
તારી અંદર બબ્બે તું છો,
કરમી ને કદખળિયો;
ઝઘડા મૂળથી કાઢે એવા,
ઓસડિયાં દે વાટી.
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.....
દર્શન કરવા હાલી;
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.
બોલ્યા દીકરી દીસે તારો,
રઝળપાટનો કોઠો;
વિચારવાયુ વકર્યો એનો,
ચડ્યો કાગળે ગોટો;
લાગણીઓને મધુપ્રમેહ છે,
કહ્યું લોહીને ચાખી.
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.
વૈદ કહે કે નાડી તારી,
ચાલે મંડૂક ચાલ;
ચીલા ચાતરવા નીકળ્યાં,
પણ નથી ચાલમાં તાલ;
કેડી કારણ હાંફ ગજું,
લે એક નજરથી માપી.
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.
મસ્તકમાં વળ ઝાઝા,
માથે તર્ક તણી કરચલીઓ;
તારી અંદર બબ્બે તું છો,
કરમી ને કદખળિયો;
ઝઘડા મૂળથી કાઢે એવા,
ઓસડિયાં દે વાટી.
રસ્તે જાતાં વૈદ મળ્યા
ને ખવડાવી ભાઈ ફાકી.....
0 comments
Leave comment