21 - કૃષ્ણએ વાંસળી જ્યાં વગાડી હતી / મધુમતી મહેતા


કૃષ્ણએ વાંસળી જ્યાં વગાડી હતી,
સ્વપ્નની ધેન ત્યાં મેં ચરાવી હતી.

મોરના પિચ્છનો થાય સોદો બધે,
ને સતત મોરનો ત્યાં ઘરાકી હતી.

આપણા ભાગમાં બંધ કમરો હતો,
એક સૂરજ હતો એક બારી હતી.

સાવ પોતાની માની ભરી શ્વાસમાં,
એ હવામાં છૂપેલી કટારી હતી.

હું શિકારી ફૂલોથી મરાયો ભલે,
અંતમાં તો ફૂલોની પથારી હતી!


0 comments


Leave comment