18 - વૃક્ષને પણ એકલું લાગ્યા કરે / મધુમતી મહેતા
વૃક્ષને પણ એકલું લાગ્યા કરે,
પર્ણનું ખરવું બહુ સાલ્યા કરે.
સૂર્ય તો એક્કેય ડગલું ના ભરે,
રાતરાણી અશ્રુઓ સાર્યા કરે.
આપણે ચાલ્યાં હતાં જે કેડીએ,
ત્યાં વસંતો આજ પણ ફાલ્યા કરે.
પાર્થ તારાં બાણ તેથી જોરમાં,
એકલવ્યો અંગૂઠા કાપ્યા કરે.
પર્ણનું ખરવું બહુ સાલ્યા કરે.
સૂર્ય તો એક્કેય ડગલું ના ભરે,
રાતરાણી અશ્રુઓ સાર્યા કરે.
આપણે ચાલ્યાં હતાં જે કેડીએ,
ત્યાં વસંતો આજ પણ ફાલ્યા કરે.
પાર્થ તારાં બાણ તેથી જોરમાં,
એકલવ્યો અંગૂઠા કાપ્યા કરે.
0 comments
Leave comment