78 - ફૂલણજી કાગડાને એવી ફૂલાવી / મધુમતી મહેતા
ફૂલણજી કાગડાને એવી ફૂલાવી,
કે ચકલી ચડી ગઈ ફૂલેકે;
પાણીમાં પોતાનો પડછાયો જોઈ,
એ તો મોરલાની જેમ પછી ગ્હેકે.
ઈંડું તો હોય વળી ઈંડું પણ,
ચકલીને મોતી સેવ્યાનો છે મસમોટો ભ્રમ;
દરિયાના ઘુઘવાટા એમાં સંભળાય નહીં,
ચીં ચીં સંભળાય એવો કુદરતનો ક્રમ;
પાટે બેસાડીને પીંછામાં ચકલી તો,
રામાયણ મા’ભારત દેખે.
ફૂલણજી કાગડાએ...
ચકલીને ચોખાના દાણામાં સુખ,
કાંઈ લાગે છે એવું તો સુખ;
ચોખાનો દાણો દેખાડી દેખાડીને,
એણે તો હરવા છે દુનિયાનાં દુઃખ;
ચોખલવાણીથી એ જાણે સૌ લોકોનાં,
કોયડા ને ગૂંચને ઉકેલે.
ફૂલણજી કાગડાને...
કે ચકલી ચડી ગઈ ફૂલેકે;
પાણીમાં પોતાનો પડછાયો જોઈ,
એ તો મોરલાની જેમ પછી ગ્હેકે.
ઈંડું તો હોય વળી ઈંડું પણ,
ચકલીને મોતી સેવ્યાનો છે મસમોટો ભ્રમ;
દરિયાના ઘુઘવાટા એમાં સંભળાય નહીં,
ચીં ચીં સંભળાય એવો કુદરતનો ક્રમ;
પાટે બેસાડીને પીંછામાં ચકલી તો,
રામાયણ મા’ભારત દેખે.
ફૂલણજી કાગડાએ...
ચકલીને ચોખાના દાણામાં સુખ,
કાંઈ લાગે છે એવું તો સુખ;
ચોખાનો દાણો દેખાડી દેખાડીને,
એણે તો હરવા છે દુનિયાનાં દુઃખ;
ચોખલવાણીથી એ જાણે સૌ લોકોનાં,
કોયડા ને ગૂંચને ઉકેલે.
ફૂલણજી કાગડાને...
0 comments
Leave comment