72 - સોળ વર્ષની છોકરીનું ગીત / મધુમતી મહેતા


રવ રવ રણમાં ધખ ધખ કોરાં વરસો નાખ્યાં ગાળી રે,
સપનાંનાં જંગલમાં મારી જાગી જાત સફાળી રે.

ઝીણી અમથી શૂળ ખૂંચી ને ઝાઝેરી ખજવાળી રે,
પાશેરી પીડાને મેં તો પાંચ વાર પંપાળી રે.

હરણાં જેવી નજરું છટકે વાડ કૂદે કાંટાળી રે,
ઓછપ છે રણના જેવી મૃગજળ જેવો વનમાળી રે.

નરી સમજના સોગન દઈને પછી જાતને વાળી રે,
ઊભરાતી નદિયુંને મેં તો કોરે કપડે ખાળી રે.

બાવળ બેઠાં ફૂલડાં એને માળીની રખવાળી રે,
અધમધ રાતે કોણે છાની છપની દીધી તાળી રે.


0 comments


Leave comment