68 - છલક છલક છલકાય ઘડૂલો / મધુમતી મહેતા
છલક છલક છલકાય ઘડૂલો,
છલક છલક છલકાય;
અધૂરો છલક છલક છલકાય,
શ્રાવક, ભાવક છાલક ઝીલતા;
મરક મરક મલકાય.
અધૂરો છલક છલક છલકાય.
આણીપા બેસાડ્યા પંડિત,
ને ઓણીપા ચેલા;
શીખની નદિયું ખળખળ,
એમાં ન્હાતા સૌ થઈ ઘેલાં;
લાખ ધૂઓ મથરાવટ,
મેલી ને મેલી રહી જાય.
અધૂરો છલક છલક છલકાય.
ભૂત ઉતારો ભાવકના,
ને ભૂવા ધુણાવો પાંચ;
ઉતરાવો ઝોંકા આંખ્યુના,
અને ઉતારો આંચ;
અચરજમાં આળોટે એના,
ઇલાજ ક્યાંથી થાય.
અધૂરો છલક છલક છલકાય.
છલક છલક છલકાય;
અધૂરો છલક છલક છલકાય,
શ્રાવક, ભાવક છાલક ઝીલતા;
મરક મરક મલકાય.
અધૂરો છલક છલક છલકાય.
આણીપા બેસાડ્યા પંડિત,
ને ઓણીપા ચેલા;
શીખની નદિયું ખળખળ,
એમાં ન્હાતા સૌ થઈ ઘેલાં;
લાખ ધૂઓ મથરાવટ,
મેલી ને મેલી રહી જાય.
અધૂરો છલક છલક છલકાય.
ભૂત ઉતારો ભાવકના,
ને ભૂવા ધુણાવો પાંચ;
ઉતરાવો ઝોંકા આંખ્યુના,
અને ઉતારો આંચ;
અચરજમાં આળોટે એના,
ઇલાજ ક્યાંથી થાય.
અધૂરો છલક છલક છલકાય.
0 comments
Leave comment