19 - આમ કોરી જિંદગી ને આમ ઘેરા ઘાવ અઢળક / મધુમતી મહેતા


આમ કોરી જિંદગી ને આમ ઘેરા ઘાવ અઢળક,
લાગણી એમાં ઉમેરી, લે હવે તડપાવ અઢળક.

મારી મરજીથી હું એની જળમાં આવી ગયો છું,
એમણે નહિતર ઘડ્યા’તા પેંતરા ને દાવ અઢળક.

પર્ણમાં શોધો ભલે પણ એ છુપાયો મૂળ ભીતર,
પારખી શકશું હશે જો ધૂળ જેવો ભાવ અઢળક.

છાપરું, છત છત્ર ને છાંયો બધું છોડી દીધું છે,
નેજવેથી આંગણામાં તું અચાનક આવ અઢળક.

ડૂબવું મારું તો નક્કી છે જ છે મઝધારમાં તો,
દે હવે હોડી હલેસા ને પછી હંફાવ અઢળક.


0 comments


Leave comment