70 - ઘડવા બેઠા માણસજીને ત્યારે થઈ ગઈ ઘાણી / મધુમતી મહેતા
ઘડવા બેઠા માણસજીને ત્યારે થઈ ગઈ ઘાણી,
અંદર રહી ગ્યો પરપોટો જ્યાં રેડ્યાં આતમપાણી.
આતમજળ તો મૂંગામંતર ના છલક ના છોળો,
પરપોટો પાણીની વચ્ચે બેઠો થઈને પ્હોળો
પરપોટાની માળા જપતા માણસજી તો હાલ્યા,
જળની જુઠ્ઠી જાત કહી પરપોટે એ તો મ્હાલ્યા.
પાણીની વાતું ના પડતી માણસજીને કોઠે,
પરપોટાનો મહિમા એને ચડી ગયો છે હોઠે.
પથ્થર કે પરપોટા બાંધી તરવા કોઈ જાય,
પથ્થર બાંધ્યે ના ડૂબે પરપોટે ડૂબી જાય.
અવળે હાથે ઢીબી નાખ્યો તોય મૂવો ના ફૂટ્યો,
પરપોટો ફોડી શકવાનો ભરમ અમારો તૂટ્યો.
અંદર રહી ગ્યો પરપોટો જ્યાં રેડ્યાં આતમપાણી.
આતમજળ તો મૂંગામંતર ના છલક ના છોળો,
પરપોટો પાણીની વચ્ચે બેઠો થઈને પ્હોળો
પરપોટાની માળા જપતા માણસજી તો હાલ્યા,
જળની જુઠ્ઠી જાત કહી પરપોટે એ તો મ્હાલ્યા.
પાણીની વાતું ના પડતી માણસજીને કોઠે,
પરપોટાનો મહિમા એને ચડી ગયો છે હોઠે.
પથ્થર કે પરપોટા બાંધી તરવા કોઈ જાય,
પથ્થર બાંધ્યે ના ડૂબે પરપોટે ડૂબી જાય.
અવળે હાથે ઢીબી નાખ્યો તોય મૂવો ના ફૂટ્યો,
પરપોટો ફોડી શકવાનો ભરમ અમારો તૂટ્યો.
0 comments
Leave comment