39 - એક યુગ ઢંઢોળવામાં લાગશે / મધુમતી મહેતા
એક યુગ ઢંઢોળવામાં લાગશે,
પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે.
કાલ માગી’તી ધરા પાસે જગા,
આજની સીતા જવાબો માગશે.
પાર કરશે લક્ષ્મણી રેખા અને,
એ જ રાવણને પછી સંહારશે.
ચિર પૂરવા પ્રાર્થના કરશે નહીં,
એ દુ:શાસનના જ હાથો વાઢશે.
ધૂળથી મસ્તક ઉઠાવી ગર્વથી,
ખોખલી મરજાદ સર્વે ત્યાગશે.
પલ્લવિત કરશે નવું જીવન અને,
એક નવયુગમાં સમયને સ્થાપશે.
પણ પછી એ રુદ્ર થઈ હંફાવશે.
કાલ માગી’તી ધરા પાસે જગા,
આજની સીતા જવાબો માગશે.
પાર કરશે લક્ષ્મણી રેખા અને,
એ જ રાવણને પછી સંહારશે.
ચિર પૂરવા પ્રાર્થના કરશે નહીં,
એ દુ:શાસનના જ હાથો વાઢશે.
ધૂળથી મસ્તક ઉઠાવી ગર્વથી,
ખોખલી મરજાદ સર્વે ત્યાગશે.
પલ્લવિત કરશે નવું જીવન અને,
એક નવયુગમાં સમયને સ્થાપશે.
0 comments
Leave comment