73 - હોળી આવી ઢૂંકડી ને મારી અંદર વાગે ઢોલ / મધુમતી મહેતા
હોળી આવી ઢૂંકડી ને મારી અંદર વાગે ઢોલ,
ધબકારાની ઢેલના ક્યાં જઈએ કરવાં મોલ.
તોરણ બાંધ્યાં તાપણે એમાં ગૂંથી માઝમરાત,
હથેળિયુંમાં હોંશની અમે પાડી ઝીણી ભાત.
પતંગ ચગતી આભમાં ને હું ચગતી પગથાર,
પલળું થૈને પીપળો મારી રગરગમાં રઘવાટ.
લવક લવકતી લાગણી ને કેસૂડાના કોલ,
કામણગારા રંગના મારે હૈડે ઊઠતા સોળ.
ધબકારાની ઢેલના ક્યાં જઈએ કરવાં મોલ.
તોરણ બાંધ્યાં તાપણે એમાં ગૂંથી માઝમરાત,
હથેળિયુંમાં હોંશની અમે પાડી ઝીણી ભાત.
પતંગ ચગતી આભમાં ને હું ચગતી પગથાર,
પલળું થૈને પીપળો મારી રગરગમાં રઘવાટ.
લવક લવકતી લાગણી ને કેસૂડાના કોલ,
કામણગારા રંગના મારે હૈડે ઊઠતા સોળ.
0 comments
Leave comment