62 - છલછલ થૈ છલકાણા મનવા / મધુમતી મહેતા
છલછલ થૈ છલકાણા મનવા,
આંખ મીંચી ભટકાણા મનવા.
પોતા લગ ના પહોંચ્યા ત્યારે
લાખોમાં અટવાણા મનવા.
કાનેથી સાંભળવું છોડી,
ભણકારે ભરમાણા મનવા.
સ્મશાનિયો વૈરાગ ધરીને,
પળભર લ્યો પસ્તાણા મનવા.
અંતે સાંકડમૂકડ સૂતા,
જીવતા જે પથરાણા મનવા.
આંખ મીંચી ભટકાણા મનવા.
પોતા લગ ના પહોંચ્યા ત્યારે
લાખોમાં અટવાણા મનવા.
કાનેથી સાંભળવું છોડી,
ભણકારે ભરમાણા મનવા.
સ્મશાનિયો વૈરાગ ધરીને,
પળભર લ્યો પસ્તાણા મનવા.
અંતે સાંકડમૂકડ સૂતા,
જીવતા જે પથરાણા મનવા.
0 comments
Leave comment