35 - ઘણી ના કહે વૃક્ષ પણ શીત જળમાં / મધુમતી મહેતા
ઘણી ના કહે વૃક્ષ પણ શીત જળમાં,
ઉનાળે નાહવા પડે પાંદડાંઓ,
અને અધવચાળે પવન આવી એનું,
કરે અપહરણ તો ડરે પાંદડાંઓ.
વસંતી હવાના કસૂંબી નશામાં,
ધીમેથી ગીતો ગણગણે પાંદડાંઓ,
અને પંખીઓને લીલાશે ઢબૂરી,
ધીરેથી સુંવાળું અડે પાંદડાંઓ.
રબારી બપોરા કરી આંખ મીંચે,
અને સાથે ઝોંકે ચડે પાંદડાંઓ,
જરાયે હવા પણ કરે કાંઈ ગડબડ,
ખિજાઈ પછી ખડખડે પાંદડાંઓ,
પડે રાત જ્યારે ઘના અંધકારે,
લપેટાઈ મૂંગાં બને પાંદડાંઓ,
અને ગેબનાં પામવાને રહસ્યો,
ગગનને નિહાળ્યા કરે પાંદડાંઓ,
કદી ભાગ્યરેખા સમજવાને વૃક્ષો,
સમય સામે લીલાં ધરે પાંદડાંઓ,
પછી પાનખરને ઋતુક્રમ ગણાવી,
સહજભાવ સાથે ખરે પાંદડાંઓ.
ઉનાળે નાહવા પડે પાંદડાંઓ,
અને અધવચાળે પવન આવી એનું,
કરે અપહરણ તો ડરે પાંદડાંઓ.
વસંતી હવાના કસૂંબી નશામાં,
ધીમેથી ગીતો ગણગણે પાંદડાંઓ,
અને પંખીઓને લીલાશે ઢબૂરી,
ધીરેથી સુંવાળું અડે પાંદડાંઓ.
રબારી બપોરા કરી આંખ મીંચે,
અને સાથે ઝોંકે ચડે પાંદડાંઓ,
જરાયે હવા પણ કરે કાંઈ ગડબડ,
ખિજાઈ પછી ખડખડે પાંદડાંઓ,
પડે રાત જ્યારે ઘના અંધકારે,
લપેટાઈ મૂંગાં બને પાંદડાંઓ,
અને ગેબનાં પામવાને રહસ્યો,
ગગનને નિહાળ્યા કરે પાંદડાંઓ,
કદી ભાગ્યરેખા સમજવાને વૃક્ષો,
સમય સામે લીલાં ધરે પાંદડાંઓ,
પછી પાનખરને ઋતુક્રમ ગણાવી,
સહજભાવ સાથે ખરે પાંદડાંઓ.
0 comments
Leave comment