61 - ના કેદ છતાં હું કેદી / મધુમતી મેહતા


ના કેદ છતાં હું કેદી,
હું મારાથી અલગ થઈ ના મુજને શકતો ભેદી,
ના કેદ છતાં હું કેદી.

ભગવા પહેરી જંગલ જઈએ કે જઈએ ગુરુદ્વારા,
બંધ કરી મન સાત પટારે જપું હરિની માળા,
રંગ ચડે જો લાલચટક તો એને ગણીએ મેંદી.
ના કેદ છતાં હું કેદી.

માથે સૂરજ લઈને ફરતાં અંદરનાં અંધારાં,
આતમજળમાં ઊંડે ઊંડે પરપોટાનાં જાળાં,
ભાંગીતૂટી જાત, ઉપરથી ઇચ્છાઓ પણ એદી,
ના કેદ છતાં હું કેદી.


0 comments


Leave comment