6 - તલવારથી બચી જવાય ઢાલ જોઈએ / મધુમતી મહેતા
તલવારથી બચી જવાય ઢાલ જોઈએ,
ખાલી ખપી જવાય પણ મજાલ જોઈએ.
ગમગીન સુસ્ત સાંજને દિલાસો આપવા,
શણગારસજ્જ કોઈ એક કાલ જોઈએ.
થાકી પસીને નીતરે છે પર્વતો હવે,
એનેય વાદળી સમો રૂમાલ જોઈએ.
આશ્ચર્ય કે કુતૂહલો ન હો તો ચાલશે,
પણ બાળકોની આંખમાં સવાલ જોઈએ.
મૃત્યુની સ્તબ્ધતા જરૂર આવકારશું,
પણ જીવતા સુધી તો બસ ધમાલ જોઈએ.
ઘૂંઘરથી ના વળે કશું વળે ના તાલથી,
મનમાં જ એક નર્તકીની ચાલ જોઈએ.
મૃત માછલીને તુંય જીવતી કરી શકે,
દમયંતી જેમ હાથમાં કમાલ જોઈએ.
ખાલી ખપી જવાય પણ મજાલ જોઈએ.
ગમગીન સુસ્ત સાંજને દિલાસો આપવા,
શણગારસજ્જ કોઈ એક કાલ જોઈએ.
થાકી પસીને નીતરે છે પર્વતો હવે,
એનેય વાદળી સમો રૂમાલ જોઈએ.
આશ્ચર્ય કે કુતૂહલો ન હો તો ચાલશે,
પણ બાળકોની આંખમાં સવાલ જોઈએ.
મૃત્યુની સ્તબ્ધતા જરૂર આવકારશું,
પણ જીવતા સુધી તો બસ ધમાલ જોઈએ.
ઘૂંઘરથી ના વળે કશું વળે ના તાલથી,
મનમાં જ એક નર્તકીની ચાલ જોઈએ.
મૃત માછલીને તુંય જીવતી કરી શકે,
દમયંતી જેમ હાથમાં કમાલ જોઈએ.
0 comments
Leave comment