55 - આતમ અમથા અમથા રાજી / મધુમતી મહેતા
આતમ અમથા અમથા રાજી,
નથી હવે એ મુલ્લા પંડિત;
નથી કોર્ટના કાજી.
આતમ અમથા અમથા રાજી.
બીજ બનીને બેઠા’તા ને ઢંકાણા’તા ધૂળથી,
બનતાં બનતાં વૃક્ષ બન્યા પણ;
હલી ગયા જડમૂળથી,
ફળફૂલ ડાળી પાન પાનની;
કરે હવે હરાજી.
આતમ અમથા અમથા રાજી.
ચૂકતે થઈ ગ્યાં લેણદેણ,
ને ગજવે કોડી કાણી;
જમા-ઉધારી પાસાં સરભર,
મીંડાની જ કમાણી;
લખ્યા ચોપડા બાળ્યા એણે,
નથી રહ્યા મે’તાજી.
આતમ અમથા અમથા રાજી.
નથી હવે એ મુલ્લા પંડિત;
નથી કોર્ટના કાજી.
આતમ અમથા અમથા રાજી.
બીજ બનીને બેઠા’તા ને ઢંકાણા’તા ધૂળથી,
બનતાં બનતાં વૃક્ષ બન્યા પણ;
હલી ગયા જડમૂળથી,
ફળફૂલ ડાળી પાન પાનની;
કરે હવે હરાજી.
આતમ અમથા અમથા રાજી.
ચૂકતે થઈ ગ્યાં લેણદેણ,
ને ગજવે કોડી કાણી;
જમા-ઉધારી પાસાં સરભર,
મીંડાની જ કમાણી;
લખ્યા ચોપડા બાળ્યા એણે,
નથી રહ્યા મે’તાજી.
આતમ અમથા અમથા રાજી.
0 comments
Leave comment