26 - ખોલ મુઠ્ઠી અને સર્વ ત્યાગી તો જો / મધુમતી મહેતા


ખોલ મુઠ્ઠી અને સર્વ ત્યાગી તો જો,
બાદબાકી કરી આંક માંડી તો જો.

એ ઊભો છે ટકોરા લઈ હાથમાં,
બંધ દ્વારોની સાંકળ ઉઘાડી તો જો.

લઈ જશે દોરીને છેક અંદર સુધી,
શ્વાસના અશ્વની દોર ઝાલી તો જો.

વાંસ કે વાંસળીની પળોજણ મૂકી,
એક શ્રદ્વાથી સીટી વગાડી તો જો.


0 comments


Leave comment