27 - આ મંગળફેરા ફરવાનું છે તારુંમારું સહિયારું/ મધુમતી મહેતા
આ મંગળફેરા ફરવાનું છે તારુંમારું સહિયારું,
આ એકબીજાને જડવાનું છે તારુંમારું સહિયારું.
આ ગઢની રાંગે ઝૂલવાનું છે તારુંમારું સહિયારું,
ને ધજા બની ફરફરવાનું છે તારુંમારું સહિયારું.
છો બીજ બનીને ફેંકાણા’તાં નોખે નોખાં ક્યાંના ક્યાં,
પણ વૃક્ષ બનીને ફળવાનું છે તારુંમારું સહિયારું.
આ અંધારાના કિસ્સા પાછળ સૂરજ હો કે હું કે તું,
પણ દીવો થઈને ઠરવાનું છે તારુંમારું સહિયારું.
આ છીપ શંખ હોડી મોજાં હલ્લેસાં દરિયા વડવાનલ,
કે છોળ બનીને ઊડવાનું છે તારુંમારું સહિયારું.
આ પોતપોતાના લખચોરાસી ચક્કરનો છે ચકરાવો,
પણ અધવચાળે મળવાનું છે તારુંમારું સહિયારું.

0 comments
Leave comment