54 - મારે હાથે મંજીરા પગે ઘુંઘરૂ / મધુમતી મહેતા


મારે હાથે મંજીરા પગે ઘુંઘરૂ,
શ્યામ આઘા આઘા ને તોય રૂબરૂ.

સાત રંગોથી શ્યામરંગ વેગળો,
એનું ચિત્તર દોરું હું કેમ હૂબહૂ.
મારે હાથે મંજીરા....

શ્યામ ઓચિંતા આવે મારા ગામમાં,
એને પોંખી પોંખીને મને ઊજવું.
મારે હાથે મંજીરા...

એક ફોરમ સંતાડી હોય ભીતરે,
ફરું કાને ખોસીને એનું પૂમડું.
મારે હાથે મંજીરા...

આ તો હૈડાનાં હિમ સાંઈ ઓગળ્યાં,
એને તરવા ન કામ આવે તુંબડું.
મારે હાથે મંજીરા...


0 comments


Leave comment