33 - ઉજવણી, ઉત્સવો, તહેવારો ધમધોકાર ચાલે છે / મધુમતી મહેતા
ઉજવણી, ઉત્સવો, તહેવારો ધમધોકાર ચાલે છે.
ગરીબી, દબદબો, દરબાર ધમધોકાર ચાલે છે.
સરકતી જાય એક્કે એક ક્ષણ બસ અંતને રસ્તે
અધીરી ઉમ્રનો અસવાર ધમધોકાર ચાલે છે.
નથી રસ્તો ધરા પર કે નથી ઊડવાય પાંખો પણ
મૂકી છે નાવડી મઝધાર ધમધોકાર ચાલે છે.
નતા ગજવે નગદ પણ આપ જેવા મિત્ર છે તેથી
દુકાનો એક નહીં દસબાર ધમધોકાર ચાલે છે.
અહીં ઘટના વગરના શહેરમાં હું સ્તબ્ધ બેઠી છું
ને ઘટનાલોપનો ચકચાર ધમધોકાર ચાલે છે.
હૃદયમાં સાવ શાંતિ છે મરણના ઉત્તરો સરખી
ધબકવાનો ભલે વહેવાર ધમધોકાર ચાલે છે.
અમારી તો જણસ તો છે અશ્રુનાં બે-ચાર ટીપાં પણ
અમારી વગ અને વહેવાર ધમધોકાર ચાલે છે.
ગરીબી, દબદબો, દરબાર ધમધોકાર ચાલે છે.
સરકતી જાય એક્કે એક ક્ષણ બસ અંતને રસ્તે
અધીરી ઉમ્રનો અસવાર ધમધોકાર ચાલે છે.
નથી રસ્તો ધરા પર કે નથી ઊડવાય પાંખો પણ
મૂકી છે નાવડી મઝધાર ધમધોકાર ચાલે છે.
નતા ગજવે નગદ પણ આપ જેવા મિત્ર છે તેથી
દુકાનો એક નહીં દસબાર ધમધોકાર ચાલે છે.
અહીં ઘટના વગરના શહેરમાં હું સ્તબ્ધ બેઠી છું
ને ઘટનાલોપનો ચકચાર ધમધોકાર ચાલે છે.
હૃદયમાં સાવ શાંતિ છે મરણના ઉત્તરો સરખી
ધબકવાનો ભલે વહેવાર ધમધોકાર ચાલે છે.
અમારી તો જણસ તો છે અશ્રુનાં બે-ચાર ટીપાં પણ
અમારી વગ અને વહેવાર ધમધોકાર ચાલે છે.
0 comments
Leave comment