37 - સોનેરી ઇચ્છાના ઊછળે સાત સમંદર / મધુમતી મહેતા
સોનેરી ઇચ્છાના ઊછળે સાત સમંદર,
ના હોડી ના ઓવારો કે ના કોઈ લંગર.
પથ છોડી પદ્માસન વાળી દેખો મંજર,
જે બ્હારે છે તે જ બધું છે અંદર અંદર.
સાત સૂરોની ચિંતા સઘળી છોડી દઈને,
એક જ સૂર અંદર રોપીને છેડો જંતર.
મનનું અગડમ બગડમ સરખું સમજી લેવું,
ત્યાર પછી રટવો બેસીને કોઈ મંતર.
આતમજળમાં આગ અલખની પ્રગટાવી જો,
એની મેળે છૂટશે તાવીજ માળા મંદર.
તારાં ડમડમ ઢોલનગારાં રહેવા દે તું,
દરવાજે ગોરખ આયો છે, ચેત મછંદર.
ના હોડી ના ઓવારો કે ના કોઈ લંગર.
પથ છોડી પદ્માસન વાળી દેખો મંજર,
જે બ્હારે છે તે જ બધું છે અંદર અંદર.
સાત સૂરોની ચિંતા સઘળી છોડી દઈને,
એક જ સૂર અંદર રોપીને છેડો જંતર.
મનનું અગડમ બગડમ સરખું સમજી લેવું,
ત્યાર પછી રટવો બેસીને કોઈ મંતર.
આતમજળમાં આગ અલખની પ્રગટાવી જો,
એની મેળે છૂટશે તાવીજ માળા મંદર.
તારાં ડમડમ ઢોલનગારાં રહેવા દે તું,
દરવાજે ગોરખ આયો છે, ચેત મછંદર.
0 comments
Leave comment