20 - સ્વપ્નો જગાડવાને કંઈ પણ બચ્યું નથી / મધુમતી મહેતા


સ્વપ્નો જગાડવાને કંઈ પણ બચ્યું નથી,
ભીંતો સજાવવાને કંઈ પણ બચ્યું નથી.

આજે છું બિંબમાં તો કાલે છું આયનો,
ઓળખ ટકાવવાને કંઈ પણ બચ્યું નથી.

સંબંધ આપણો છે પર્યાય મૌનનો,
ઘૂંઘટ હઠાવવાને કંઈ પણ બચ્યું નથી.

આહટ શમી ગઈ છે પગલાંની ક્યારની,
દ્વારો ઉઘાડવાને કંઈ પણ પણ બચ્યું નથી.

ને ઝેરનો કટોરો હું પી ગઈ પછી,
આતશ બુઝાવવાને કંઈ પણ બચ્યું નથી.


0 comments


Leave comment