13 - આયખામાં અર્થની છે ભાળ ખાલીખમ / મધુમતી મહેતા


આયખામાં અર્થની છે ભાળ ખાલીખમ,
મેં ક્ષણેક્ષણની લીધી સંભાળ ખાલીખમ.

તેં જ સર્જી છે માને તારી રમત માટે,
હું નથી તો આ બધી ઘટમાળ ખાલીખમ.

આખરે જીતી ગયું મૃત્યુ હરીફાઈ,
મેં હરણ થઈને ભરી’તી ફાળ ખાલીખમ.

દેહ મારો એમ રઝળે છે કિનારા પર,
માછલું છટકી ગયું ને જાળ ખાલીખમ.


0 comments


Leave comment