11 - અમારી હથેળીની જે છે અમાનત / મધુમતી મહેતા


અમારી હથેળીની જે છે અમાનત,
ઊઠીને કરે આંગળીથી બગાવત.

અહીં કોઈ બેસીને ચાલ્યું ગયું પણ,
જુઓ ઓટલે યાદ રહી ગઈ સલામત.

ચડી ડૂસકે કંઈક મધરાત એવી,
બુઝાઈ હશે જ્યોત ત્યારે વ્યથાવત્.

બધા તારલાઓ ભૂખે ટળવળે છે,
ભલે સૂર્ય ખોલીને બેઠો સદાવ્રત.

અને આ નગરમાં સહુ અંધ તેથી,
કરે દ્રશ્ય સાથેયે વાતો ત્વચાવત્ !

પડી કાફીયાઓમાં ફૂટફાટ એવી,
નકામી ગઈ છે રદીફની કરામત.

મધુજી રમે રાસ મનમાં ને મનમાં,
અને ઢોળમાંથી પ્રગટતા તથાગત.


0 comments


Leave comment