9 - આજ પાટી પર અમારું બાળપણ ચીતરી લીધું / મધુમતી મહેતા


આજ પાટી પર અમારું બાળપણ ચીતરી લીધું,
એકડો ઊંધો અને તોફાન પણ ચીતરી લીધું.

આપનું ચૂપચાપ આવી જોઈને ચાલ્યા જવું,
મેં હૃદય ખોલ્યું તમે ત્યાં બાણ પણ ચીતરી લીધું.

એક પગલું રાનમાં પાડી થયો અદ્રશ્ય તું,
ને અમે ચોપાસ એની ગામ પણ ચીતરી લીધું.

થઈ ગયો વાટે વિસામો કોઈ સૂની રાહમાં,
છાંયડાએ વૃક્ષ જેવું મોટપણ ચીતરી લીધું.

ચોખવટ માગી જો લીલા પર્ણના ખરવા વિશે,
ઝાડવું છે ચૂપ હવાએ ભોળપણ ચીતરી લીધું.


0 comments


Leave comment