37 - એક અ-નિયંત્રિત ગઝલ / સંજુ વાળા


ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ બની
શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો હજી...

ક્યા હશે તું ? ત્યાં ? અહીં ?
ચોતરફ ઘૂમી - ઘૂમી - ઘૂમી – નજર પાછી વળી

આ અચાનક શિલ્પનાં ઉચ્ચાર—
--થી દ્રવી ભાષા નવી

કે તરસનો લશ્કરી પડાવ
જળવિહોણી ફક્ત એક જ વાતથી ઉઠ્યો છળી

સાવ ખુલ્લે હાથ આવ્યો, નીકળ્યો ભરપૂર
કોણ જાણે આપ—લે શેની કરી

શું ખબર ? ઘટના હશે - અફવા હશે !
સૌ કહે છે : છેડતી સુગંધની પણ થઈ હતી.


0 comments


Leave comment