59 - પળ / સંજુ વાળા


બંધ દ્વારો ખૂલે તે પળ વિશે
આવી ચડ્યા પછી યુગો વિતે

નામ પાણીનું સ્હેજ લીધું ત્યાં
હાથ લાંબા કર્યા દસે – દિશે

કાન જે સાંભળી નથી શકતા
એ બધું સાંભળી લીધું ભીંતે

આપી દે અન્ધકારનાં મન્ત્રો
અન્ય ઉચ્ચાર હોઠ નહિ શીખે

છાતીમાં બેસી રહેલ એ પંખી
-ને કશું આવડે પણ શી રીતે ?

પળ પ્રતીક્ષામાં ડૂબી, ‘ને હું પણ
ડૂબતો જાઉં છું ધીમે ધીમે.


0 comments


Leave comment