53 - સતતતા / સંજુ વાળા


નથી પામવાની રહી રઢ યથાવત

અપેક્ષા થતી જાય છે દઢ યથાવતહશે અંત ઊંચાઈનો ક્યાંક ચોક્કસ

કળણ સાથ રાખી ઉપર ચઢ યથાવતપવનની ઉદાસી જ દરિયો બની ગઈ

પડ્યો છે સમેટાઈને સઢ યથાવતફક્ત આવ –જા આથમી તો થયું શું ?

જુઓ ઝળહળે તેજનો ગઢ યથાવતનવો અર્થ મળશે સતતતાનાં છેડે

શબદ સંયમી છે હજુ પઢ યથાવત.0 comments


Leave comment