64 - બની જવાતું / સંજુ વાળા


લક્ષ્ય સુધી પહોંચાય કેવી રીતે કહો
ક્યાં સલામત રહે છે તકાયેલી આંગળી

એમ રાખું પહેરી સતત ‘ને છાતીવગી
-કે ઉદાસી સ્વયં હોય સોનાની સાંકળી

રાતનો ગાઢ અંધાર સઘળો થઈ જાય છૂ
અજ પર્યન્ત એવી નથી કો’ દીવાસળી

દૂર દેખાય તે સપ્તરંગી અચરજ વિશે
સ્હેજ વિચાર કરતાં બની જવાતું વાંસળી.


0 comments


Leave comment