9 - પરોઢિયાનો વીંછી / સંજુ વાળા


ઊંઈ....મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી......

મનમાનીતા અંધારાનો ભરડો છૂટ્યો
હોઠ ઉપર એક
ચીસ ડૂબી ગઈ તીખી...
ઊંઈ....મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી......

પરવાળાં શી પાંપણ ઉપર કાજળ શાસિત રાજ !
કોરેમોરે સપનદેશનું અધખીલેલું ભાન !
શ્વેતપણાનું ધીંગું લશ્કર ગઢ મોઝારે
પહોંચ્યું લઈને
ધજા – પતાકાં ધીંગી.......
ઊંઈ....મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી......

અંધારાનો આલપઝલપ આભાસ ફેલાવે હાથ !
જટા – ઝૂંડ અજવાળું જોતાં ચડે ઘુમરિયે શ્વાસ !
અમિયલ આંખે સાત રંગનું ઝળહળ આંજ્યું
તેજ, કહો ક્યાં ?
ઝબકોળી રે પીંછી..........
ઊંઈ....મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી......


0 comments


Leave comment