45 - વીંધે હજુય તે / સંજુ વાળા


અણિદાર આરપાર વીંધે હજુય તે
પડકાર આરપાર વીંધે હજુય તે

ઊભા છે સૌ અભેદા વસ્ત્રોથી સજ્જ થઈ
સૂનકાર આરપાર વીંધે હજુય તે

અંગત ગણાતું આંગળી મૂકી તે બધું
અધિકાર આરપાર વીંધે હજુય તે

સંકેલીએ તો કંઈ પણ ના મળે અને
ભરમાર આરપાર વીંધે હજુય તે

રૂંવેરૂંવેથી જીવ અળગો કર્યો છતાં
આકાર આરપાર વીંધે હજુય તે.


0 comments


Leave comment