39 - બારણામાં રૂપાન્તર / સંજુ વાળા


અમસ્તું જ એવાં ઘણામાં રૂપાન્તર થતું
અકળનું ઘણી ધારણામાં રૂપાન્તર થતું

અચાનક બધાં દૃશ્ય ઉડીને આવે કને
અને આંખનું બારણામાં રૂપાન્તર થતું

અનાયાસ થંભી જતાં એ જગા પર ચરણ
અકારણ પરિચિતપણામાં રૂપાન્તર થતું

અવિરત જતો જાય છે હાથ ઊંડે હજુ.....
અતળનું ખટકતા કણામાં રૂપાન્તર થતું

અસ્થિગંધ ભળતી ધુમાડામાં અસ્તિત્વનાં-
અનલનું પછી તાપણામાં રૂપાન્તર થતું.


0 comments


Leave comment