17 - પ્રથમ વરસાદ / સંજુ વાળા


સખિયન ! મેઘાડમ્બર
સખિયન ! રે નિલામ્બર

સખિયન ! ફાટ ફાટ ગોરમ્ભો તૂટે
સખિયન ! અંત:કરણથી ધોધ વછૂટે
સખિયન ! થડકારા ઝિલાય વખમ્ભર

સખિયન ! ધણણણ ધણણણ ગર્જત બાજત ઢોલ મૃદંગો
સખિયન ! હડૂડૂડૂ હડૂડૂડૂ લેવાત હય ગજરાજ અઠિંગો
સખિયન ! અરવ અંકોડે ઝળક ઝળક ઝળકાતાં ઝુમ્મર

સખિયન ! કંઠ કૂંપળવત ઝિલમિલ છેડત મધ્ધિમ સ્વરમાં રાગ કેદારો
સખિયન ! તળાવ તિરાડો હરખપદૂડી ધિનધિન નાચત હઈ ઓવારો
સખિયન ! મુઠ્ઠીભર મન પર પથરાતી (લ્હેર લ્હેર લહેરાતી ) મર્મર.


0 comments


Leave comment