42 - દિગ્વિજય / સંજુ વાળા


વહેતી નદીનાં કેન્દ્રમાં ગજવેલ રોપી આવતો
પાણીથી પલળેલો પવન પહેલાં હતો બહુ કરકરો

વયગ્રસ્ત પુંસકતા અને અજરામરી અથડામણો
વચ્ચે રહીને કોણ આ ઊછાળતું સંવેદનો

હરએક સાંજે ઊડતાં સારસનાં ટોળાં જોઈને
લીરા ગુલાબી રંગનાં પરસાળમાં લ્હેરાવતો

માટીપગા આકાર ‘ને ચહેરા જુઓ તો રાખનાં
વિશેષ એથી કોઈપણ ના હો પરિચય આપણો !

-કે જ્ઞાન-તંતુમાં સબાકો થાય ‘ને ‘આ દિગ્વિજય
પણ કંઈ નથી’- નો છેક ઊંડાણેથી ઉઠે ઉભરો.


0 comments


Leave comment