55 - પડદો પડે છે / સંજુ વાળા


રંગદર્શીતા પછી પડઘા રહ્યા પડદો પડે છે
સંભવી ઘટના વિલોપનની કથા પડદો પડે છે

મેં બધાં ઉપલબ્ધ કારણથી તપાસી જોઈ છે પણ
ક્યાંય નક્કર નીકળી ના માન્યતા પડદો પડે છે

એક જર્જર શખ્સનાં ઈતિહાસમાં ઊંડે ગયા તો
કિંવદન્તીનાં મળે છે કાફલા પડદો પડે છે

ગૂંચવાતું જાય છે આકારહીન મારામાં કંઈક
ક્ષીણ થઈ તૂટી રહ્યાં છે ફેફસાં પડદો પડે છે

છે અહીં અવશેષગત પ્રાચીનનાં પ્રત્યેક જણમાં
કાટ ઉખેડ્યો ‘ને અસ્થિ નીકળ્યાં પડદો પડે છે.


0 comments


Leave comment