51 - પહોંચ્યા ફરી વર્તુળમાં / સંજુ વાળા


વર્તુળમાંથી નીકળી પહોંચ્યા ફરી વર્તુળમાં
પુદ્દ્ગળ નિયમનાં ઊંચકી પહોંચ્યા ફરી વર્તુળમાં

નકશા ક્ષણોનાં આળખે બુઠ્ઠી થયેલી આંગળી
સૈકાને ચૂંટીઓ ખણી પહોંચ્યા ફરી વર્તુળમાં

ડાબે પગે દોરેલ સંકેતો બધાં ગોપિત રહ્યા
સ્થળલોપ સંદર્ભો ગ્રહી પહોંચ્યા ફરી વર્તુળમાં

ચિરૂટવત આ અવયવો ધીમે ધીમે ખરતાં ગયાં
ધુમ્મસ વલયમાં ઓગળી પહોંચ્યા ફરી વર્તુળમાં

પહેરેલ શ્વાસો નામનાં બખતર ઉતારી નાખતાં
અણિશુદ્ધ પડછાયા બની પહોંચ્યા ફરી વર્તુળમાં.


0 comments


Leave comment