22 - મિત્ર દેશળજીને પત્ર / સંજુ વાળા


સાંબેલાની ધારે તારું સ્મરણ પજવે પ્રિયે દોસ્ત હે દેશળ !
કલમ બોબડી અધકચરું ઉચ્ચારે એમાં કેમ પૂછીએ : કુશળ !

સાંજ પડેને તાકી રહેતું બોઘરણાં – શું તળાવ
કેમ ધુબાકો દૂઝે ? ભીતર પડખાં ફરતો અભાવ
દોસ્ત ! હજી ઝૂરે છે વડની વડવાઈએ ફંગોળા લેતી અટકળ !
સાંબેલાની ધારે તારું સ્મરણ પજવે...........

ઓણ સાલ પાક્યાં છે મબલખ સાંભરણાઓ ખળે
દોમ સાયબી કેમ કરી આ કાગળ ઉપર ઢળે
ચપટી ભરતાં ખરી પડે રે તરણાંની ટોચે બાઝેલું અન્જળ !
સાંબેલાની ધારે તારું સ્મરણ પજવે.........


0 comments


Leave comment