31 - સખીરી – ૩ / સંજુ વાળા


અંધારે અજવાસ સમું કંઈ થાય સખીરી,

ફોરે ફોરે શું ભીંજાવું ? ઈચ્છું અનરાધાર
આંખ અધીરી ફોરાંઓનો ના સમજે વિસ્તાર
અણુ – અણુથી ઝરતી ઝીણી લ્હાય સખીરી,
અંધારે અજવાસ સમું કંઈ થાય સખીરી.,

ભર્માસનનો ભુક્કો કરતા પામ્યા એવો તાગ
સર્વે સરખું ભીતર-તટ પર કેળ ઊગે કે સાગ
ગહેક/મહેકનો શો ખુલાસો થાય સખીરી ?
અંધારે અજવાસ સમું કંઈ થાય સખીરી.....


0 comments


Leave comment