48 - ફરી વિચારીએ / સંજુ વાળા


ઊભા રહી અટારીએ
દ્રિધામાં નખ પલાળીએ

અકબંધતા ઉલેચવા
છાતીમાં છિદ્ર પાડીએ

યુગોથી ઊંઘતી પ્રથા
દસ્તક દઈ જગાડીએ

ઈચ્છાળવી ક્ષણો વિશે
ચાલો ફરી વિચારીએ

ધીમે ધીમે પ્રવેશતું
બોજલપણું સ્વીકારીએ

ખાલી ખખડતા હાથ લઈ
ચોફેર શું ઉછાળીએ ?


0 comments


Leave comment