49 - ડાઘ લાગે ડેલીએ / સંજુ વાળા


મનની મસૃણ મેડીએ
ચાલો હવે ટહેલીએ

આ મધપૂડા અવાજનાં
ઝંઝેડીએ – ઉજેડીએ

સમજણનું થાય અપહરણ
‘ને ડાઘ લાગે ડેલીએ

વેદનામાં સ્થિર આ-
અન્ધાર શું ઉખેડીએ ?

ઓ – પારનાં પડાવને
આંખોથી શેં ઉકેલીએ

વિસ્મરણની પ્રણાલીમાં
ઓળખનાં સળ ઉખેળીએ ?


0 comments


Leave comment